અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસની આગાહી કરી છે જેમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ નથી, જોકે રાજ્યમાં ઘણાં ઠેકાણે વાદળછાયું વાતાવરણ છે અને નજીકના સમયમાં હવામાનમાં પલટો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં વરસાદી વાતાવરણની સાથે તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એપ્રિલમાં પણ માવઠા પરેશાન કરતા રહેશે તેવી આગાહી કરી છે.