ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કડકડતી ઠંડી સાથે પવનનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં હજુ પણ એક સપ્તાહ સુધી ઠંડીમાં રાહત મળે એવી શક્યતા નથી. શીતલહેરના કારણે પૂર્વોત્તર અને ઉત્તર ભારતના રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો, તો હિમાલયન રેન્જમાં બરફવર્ષા થઈ હતી.પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. વહેલી સવારથી ઝાકળના કારણે રસ્તાઓમાં વાહન ચલાવવાનું કપરું બન્યું હતું.
ઠંડીથી બચવા માટે ભારે કપડાના એક સ્તરના બદલે બહારથી વીન્ડપ્રુફ નાયલોન કોટન અને અંદર ઊનના ગરમ કપડા પહેરવા. ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોં અને નાકને ઢાંકો, કોવીડ અને અન્ય શ્વસન ચેપથી બચવા માટે માસ્ક પહેરો. આ ઉપરાંત પૂરતી રોગપ્રતિકારક શકિત જાળવવા માટે વિટામીન સી થી ભરપૂર ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે..