જો કે છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે કૃષિ પાકને ભારે નુકસાન થયું છે . અને હવે માવઠું જાય તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ત્યારે 48 કલાક બાદ માવઠામાંથી છુટકારો મળે તેવું લાગી રહ્યું છે. કારણ કે હવામાન વિભાગે કહ્યું છે કે બે દિવસ કમોસમી વરસાદ યથાવત રહેશે.બે દિવસ બાદ બાદ સિસ્ટમ નબળી પડી જશે. અને ગુજરાતમાં વાતાવરણ સ્વચ્છ બની જશે.