Home » photogallery » gujarat » Gujarat Weather Forecast: ત્રણ દિવસ ગરમીનો પારો ગગડીને ચોથા-પાંચમાં દિવસે પાછો ઉપર ચઢશે

Gujarat Weather Forecast: ત્રણ દિવસ ગરમીનો પારો ગગડીને ચોથા-પાંચમાં દિવસે પાછો ઉપર ચઢશે

Gujarat Weather Updates: ગુજરાતમાં બે દિવસ તાપમાન નીચું આવ્યા બાદ ફરી એકવાર પારો ઉછાળો મારશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માર્ચ શરુ થયા બાદ આકરા ઉનાળાનો પ્રારંભ થઈ શકે છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 16

    Gujarat Weather Forecast: ત્રણ દિવસ ગરમીનો પારો ગગડીને ચોથા-પાંચમાં દિવસે પાછો ઉપર ચઢશે

    અમદાવાદઃ રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાના હવે અમુક કલાકો જ બાકી રહ્યા છે આ પછી માર્ચનું આગમન થઈ જશે અને માર્ચના આગમન સાથે ગરમીનો આકરો અહેસાસ થવાની શરુઆત થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં ગરમીનો પારો 2-4 ડિગ્રી વધવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 26

    Gujarat Weather Forecast: ત્રણ દિવસ ગરમીનો પારો ગગડીને ચોથા-પાંચમાં દિવસે પાછો ઉપર ચઢશે

    રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તેની સાથે લઘુત્તમ તાપમાન ઝડપથી ઊંચું આવી રહ્યું છે. થોડા દિવસ અગાઉ જ્યાં લઘુત્તમ તાપમાન 15ની આસપાસ રહેતું હતું તે હવે 20ને પાર કરવાની નજીક આવી ગયું છે. રાજ્યમાં સૌથી ગરમ શહેર 37 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ભૂજ ટોચ પર છે. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ગાંધીનગરનું 14 ડિગ્રી નોંધાયું છે.

    MORE
    GALLERIES

  • 36

    Gujarat Weather Forecast: ત્રણ દિવસ ગરમીનો પારો ગગડીને ચોથા-પાંચમાં દિવસે પાછો ઉપર ચઢશે

    અમદાવાદના હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે પારો ઉતરીને ચઢવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ દરમિયાન 2-3 ડિગ્રી તાપમાનનો પારો નીચો આવવાની આગાહી કરવામાં આવી છે, પરંતુ તે પછી ચોથા અને પાંચમા દિવસ દરમિયાન તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ અઠવાડિયા દરમિયાન બેવડી ઋતુનો અનુભવ થશે.

    MORE
    GALLERIES

  • 46

    Gujarat Weather Forecast: ત્રણ દિવસ ગરમીનો પારો ગગડીને ચોથા-પાંચમાં દિવસે પાછો ઉપર ચઢશે

    અમદાવાદમાં મહત્તમ તાપમાન 34-35 તાપમાન રહેવાનું છે, અને તે ઘટીને 33 ડિગ્રી પણ પહોંચી શકે છે અને ગુરુ-શુક્ર દરમિયાન ગરમીનો પારો ફરી એકવાર ઊંચો જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, માર્ચથી ગરમીનું જોર વધવાની અને ઉનાળાની શરુઆત થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચાલતી ડબલ ઋતુના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા પણ વધી છે.

    MORE
    GALLERIES

  • 56

    Gujarat Weather Forecast: ત્રણ દિવસ ગરમીનો પારો ગગડીને ચોથા-પાંચમાં દિવસે પાછો ઉપર ચઢશે

    રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન ભૂજમાં 37 ડિગ્રી નોંધાયું છે જે પછી કંડલા (એરપોર્ટ), અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને વલસાડમાં લઘુત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. આ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 30ને પાર થઈ ગયો છે. સૌથી નીચું મહત્તમ તાપમાન દ્વારકા અને ઓખામાં 27 ડિગ્રી નોંધાયું છે.

    MORE
    GALLERIES

  • 66

    Gujarat Weather Forecast: ત્રણ દિવસ ગરમીનો પારો ગગડીને ચોથા-પાંચમાં દિવસે પાછો ઉપર ચઢશે

    લઘુત્તમ તાપમાનમાં રાજ્યમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 14 ડિગ્રી રહ્યું છે. આ સિવાય કેશોદમાં 15 અને 16 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે.

    MORE
    GALLERIES