રાજ્યમાં હજુ પણ વહેલી સવાર તથા રાતના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ બપોર થતા જ ગરમી આકરી થઈ રહી છે. રાજ્યમાં આગામી સમયમાં ગરમી નજીકના સમયમાં વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ફેબ્રુઆરીના અંત બાદ ગરમી વધારે આકરી થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.
[caption id="attachment_1338677" align="alignnone" width="1214"] સામાન્ય રીતે રાજ્યમાં હોળી પછી તાપમાનનો પારો ઊંચો જતો હોય છે, પરંતુ આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ગુલાબી ઠંડી પડ્યા પછી ઉનાળાનો અહેસાસ શરુ થઈ ગયો છે. ઓફિસો તથા ઘરોમાં ઠંડીથી બચવા માટે એસી પણ શરુ કરી દેવામાં આવ્યા છે. બે દિવસ પછી ગરમીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.</dd> <dd>[/caption]
રાજ્યમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન સૌથી નીચું 12 ડિગ્રી ગાંધીનગરમાં નોંધાયું હતું. આ સિવાય નલિયામાં 13, અમદાવાદમાં 14, પોરબંદરમાં 15, ડિસામાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 18ની આસપાસ નોંધાયું હતું. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમીનું જોર અચાનક ઘટ્યું હતું.