Home » photogallery » gujarat » Gujarat Weather: રાજ્યમાં માવઠાનું જોર નબળું પડ્યું, 5 દિવસ માટે કમોસમી વરસાદની વકી

Gujarat Weather: રાજ્યમાં માવઠાનું જોર નબળું પડ્યું, 5 દિવસ માટે કમોસમી વરસાદની વકી

Gujarat Weather Today: ગુજરાતમાં માવઠાનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી રહી છે આમ છતાં પાંચ દિવસ વરસાદ રહેવાની વકી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ગરમી માટે પણ હવામાન વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરાઈ છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन

  • 16

    Gujarat Weather: રાજ્યમાં માવઠાનું જોર નબળું પડ્યું, 5 દિવસ માટે કમોસમી વરસાદની વકી

    અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટશે પરંતુ આગામી 5 દિવસ દરમિયાન ઠેકઠેકાણે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠા સાથે વરસાદી ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 26

    Gujarat Weather: રાજ્યમાં માવઠાનું જોર નબળું પડ્યું, 5 દિવસ માટે કમોસમી વરસાદની વકી

    આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા અને તાપીમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને કચ્છમાં વરસાદી ઝાપટાં થવાની સંભાવના છે.

    MORE
    GALLERIES

  • 36

    Gujarat Weather: રાજ્યમાં માવઠાનું જોર નબળું પડ્યું, 5 દિવસ માટે કમોસમી વરસાદની વકી

    આ પછી આગામી સમયમાં માવઠાનું જોર ઘટવાની અને ગરમીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. તારીખ 19 અને 20 દરમિયાન બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા અને છોટાઉદેપુરની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી, ભાવનગરમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 46

    Gujarat Weather: રાજ્યમાં માવઠાનું જોર નબળું પડ્યું, 5 દિવસ માટે કમોસમી વરસાદની વકી

    તારીખ 21 માર્ચના સવારના 8.30થી 22ના સવારના 8.30 દરમિયાન પણ રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદ સાથે થંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. જેમાં આણંદ, ભરૂચ અને નર્મદા તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 56

    Gujarat Weather: રાજ્યમાં માવઠાનું જોર નબળું પડ્યું, 5 દિવસ માટે કમોસમી વરસાદની વકી

    ઉનાળા માટે પણ હવામાન વિભાગ દ્વારા તૈયારી કરી લેવામાં આવી હોવાનું ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે, તેમણે કહ્યું કે ગરમીની આગાહી સાથે, હીટવેવ એલર્ટ અને હીટ એક્શન પ્લાન વિશે જણાવવામાં આવશે. અમદાવાદ, રાજકોટ સહિતના ભાગોની તાપમાન અંગેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 66

    Gujarat Weather: રાજ્યમાં માવઠાનું જોર નબળું પડ્યું, 5 દિવસ માટે કમોસમી વરસાદની વકી

    ગરમીની અસર શું થશે તેની પણ આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે. સામાન્ય પ્રજાને ગરમી અંગે માહિતી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને તે દરમિયાન શું એક્શન લેવાના છે તે વિશે પણ જણાવવામાં આવશે તેમ ડૉ. મોહંતીએ જણાવ્યું છે. ખેતી અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને પણ હવામાન અંગે આગાહી કરવામાં આવશે.

    MORE
    GALLERIES