અમદાવાદઃ હવામાનમાં આવેલા પલટાના કારણે ઉનાળાની શરુઆત વરસાદ સાથે થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ અને કરા પડવાની ઘટના બની છે. જોકે, કમોસમી વરસાદનું જોર ઘટી રહ્યું છે. જોકે, આગામી દિવસોમાં સમયાંતરે કમોસમી વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અઠવાડિયાના બાકી દિવસોમાં પણ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદી વાતાવરણના લીધે ગરમીનું જોર ઘટ્યું છે.