વિભુ પટેલ, અમદાવાદઃ સાક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે રાજ્યના વાતાવરણ પલટો આવ્યો છે. છેલ્લા 5 દિવસથી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ અને કરા પડી રહ્યા છે. અને ખેડુતોને નુકસાન થય રહ્યુ છે. અને બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થય પર પણ થય રહી છે. હજી પણ માવઠુ પીછો છોડવાનુ નથી. હવામાન વિભાગે આગાહી કરી છે. કે સાક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે કમોસમી વરસાદ યથાવત રહેશે. આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે. રાજ્યના અમુક ભાગમાં ભારે પવન અને ગાજવીજ સાથે કે સામાન્ય વરસાદ થવાની વકી છે.
આજે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ,અમદાવાદ, ખેડા,દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અને સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થશે