અમદાવાદઃ રાજ્યમાં પાછલા વર્ષે ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ જાન્યુઆરીમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં કોલ્ડ-ડે રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.
મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં કોલ્ડવેવની અસર રહેશે. જ્યારે કેટલાક ભાગોમાં કોલ્ડ-ડે પ્રબળ રીતે રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ગુજરાતના ભાગોમાં તાપમાન વધવાની આગાહી સાથે પણ ઠંડીનું જોર રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.