Home » photogallery » gujarat » Gujarat Rain-Hail: અંબાજી અને કચ્છમાં વરસાદ સાથે ટપોટપ કરા પડવાની ઘટના બની, લોકોમાં સર્જાયું કુતૂહલ

Gujarat Rain-Hail: અંબાજી અને કચ્છમાં વરસાદ સાથે ટપોટપ કરા પડવાની ઘટના બની, લોકોમાં સર્જાયું કુતૂહલ

Gujarat Rain And Hail: રાજ્યના ઉત્તર ભાગમાં તથા કચ્છમાં માવઠાએ ખેડૂતોને ડરાવી દીધા છે. અંબાજી અને કચ્છમાં વરસાદની સાથે કરા પડવાની ઘટના પણ બની છે. વરસાદ સાથે અચાનક કરા પડતા લોકોમાં કુતૂહલ પણ સર્જાયું છે.

विज्ञापन

  • 15

    Gujarat Rain-Hail: અંબાજી અને કચ્છમાં વરસાદ સાથે ટપોટપ કરા પડવાની ઘટના બની, લોકોમાં સર્જાયું કુતૂહલ

    અમદાવાદ, અંબાજીઃ કચ્છ જિલ્લામાં કરા પડ્યા બાદ અંબાજીમાં પણ કરા પડવાની ઘટના બની છે. સવારે વરસાદી માહોલ અને પછી અહીં વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની સાથે કરા પડતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. એક તરફ સિસ્ટમ નબળી પડતા કમોસમી વરસાદ ઘટવાની આગાહી હતી પરંતુ આગામી પાંચ દિવસની હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Rain-Hail: અંબાજી અને કચ્છમાં વરસાદ સાથે ટપોટપ કરા પડવાની ઘટના બની, લોકોમાં સર્જાયું કુતૂહલ

    અંબાજીમાં અચાનક ઉનાળાના દિવસોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ તૂટી પડવાની ઘટના બની હતી. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી અને અહીં સવારથી જ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Rain-Hail: અંબાજી અને કચ્છમાં વરસાદ સાથે ટપોટપ કરા પડવાની ઘટના બની, લોકોમાં સર્જાયું કુતૂહલ

    કચ્છમાં વરસાદ બાદ કરા પડતા લોકોમાં કુતૂહલ સર્જાવાની સાથે અચાનક માથા પર પથરા પડવાના શરુ થયું હોય તેવા અનુભવ શરુઆતમાં થયા હતા. જે બાદ ખેતરોમાં તથા રસ્તા પર કરા પડેલા જોઈને લોકો તેને હાથમાં લઈને નિહાળવા લાગ્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Rain-Hail: અંબાજી અને કચ્છમાં વરસાદ સાથે ટપોટપ કરા પડવાની ઘટના બની, લોકોમાં સર્જાયું કુતૂહલ

    રાજ્યના કચ્છમાં પણ વરસાદની સાથે કરા પડવાની ઘટના બની છે. ભૂજના થરાવડામાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ગાજવીજ સાથે અહીં વરસાદી માહોલ છવાયો હતો. પવન સાથે ભારે માવઠું થતા ખેડૂતો ચિંતિત થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Rain-Hail: અંબાજી અને કચ્છમાં વરસાદ સાથે ટપોટપ કરા પડવાની ઘટના બની, લોકોમાં સર્જાયું કુતૂહલ

    કમોસમી વરસાદ અને કરા પડવાથી ઘઊંના પાકને નુકસાન થવાની ખેડૂતોને ડર સતાવી રહ્યો છે. ઉત્તર ગુજરાતના ઘણાં ગામોમાં ખેડૂતોએ તેમને નુકસાન થવાનો ડર વ્યક્ત કર્યો છે.

    MORE
    GALLERIES