Home » photogallery » gujarat » Gujarat Weather: ગુજરાતમાં માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચાલુ અઠવાડિયાના મધ્યથી રાજ્યમાં માવઠાની શક્યતાઓ છે. અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગો માટે વરસાદની વકી કરાઈ છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 18

    Gujarat Weather: ગુજરાતમાં માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદની આગાહી

    અમદાવાદઃ રાજ્યમાં માવઠાથી હજુ મુક્તિ મળી જ છે ત્યાં તો ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ ચાલુ અઠવાડિયાના આગામી દિવસો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે અને ગરમીનું પ્રમાણ ઘટવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદની શક્યતાઓ નહીં હોવાનું પણ જણાવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે. વરસાદના કારણે ખેડૂતો નુકસાનની વાત કરી રહ્યા છે અને ફરી એકવાર વરસાદની આગાહીએ તેમની ચિંતા વધારી દેશે.

    MORE
    GALLERIES

  • 28

    Gujarat Weather: ગુજરાતમાં માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદની આગાહી

    અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના વડા ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, "આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ થવાની વધારે સંભાવના નથી. જોકે, વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પરંતુ 28થી 31 માર્ચ સુધીમાં હળવા વરસાદ સાથે વીજળીના કડાકા સાથે માવઠાની સંભાવના છે."

    MORE
    GALLERIES

  • 38

    Gujarat Weather: ગુજરાતમાં માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદની આગાહી

    ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે તેની પાછળનું કારણ શું છે તે પણ ડૉ. મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પણ વરસાદ થવાની શક્યતાઓ છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ થઈ રહ્યું છે અને થવાની સંભાવના છે, જેના લીધે સર્ક્યુલેશન બનવાથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 48

    Gujarat Weather: ગુજરાતમાં માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદની આગાહી

    29મી તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, રાજકોટ, કચ્છ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 58

    Gujarat Weather: ગુજરાતમાં માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદની આગાહી

    30મી માર્ચે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, રાજકોટ, કચ્છમાં વરસાદ થઈ શકે છે, આ સિવાય રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અન્ય ભાગોની સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

    MORE
    GALLERIES

  • 68

    Gujarat Weather: ગુજરાતમાં માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદની આગાહી

    જ્યારે 31મી તારીખે અમદાવાદ અને ગાંધીનગર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, આ દરમિયાન હળવા વરસાદની સંખ્યા છે તે તોફાની ઝાપટાંની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી.

    MORE
    GALLERIES

  • 78

    Gujarat Weather: ગુજરાતમાં માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદની આગાહી

    હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી અંગે સંભાવનાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દિવસ દરમિયાન તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે, આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

    MORE
    GALLERIES

  • 88

    Gujarat Weather: ગુજરાતમાં માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદની આગાહી

    હાલ રાજ્યમાં સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે જેમાં અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ગાંધીનગર અને નલિયામાં 18 ડિગ્રી નોંધાયું છે.

    MORE
    GALLERIES