Home » photogallery » gujarat » Gujarat Rain Forecast : વરસાદની તીવ્રતા હજુ વધશે, સર્જાશે જળબંબાકાર, જુઓ કયા જિલ્લામાં કઈ તારીખે રહેશે ધબધબાટી

Gujarat Rain Forecast : વરસાદની તીવ્રતા હજુ વધશે, સર્જાશે જળબંબાકાર, જુઓ કયા જિલ્લામાં કઈ તારીખે રહેશે ધબધબાટી

Gujarat Rain Forecast : રાજ્યમાં વરસાદની તીવ્રતા સતત વધી રહી છે. દરરોજ 100થી વધુ તાલુકામાં મેઘરાજા મંડાણ કરી તરબોળ કરે છે. હવામાન વિભાગના દાવા પ્રમાણે હજુ 9 જુલાઈ સુધી આ જ રીતે મેઘરાજા મહેરબાર રહેશે. એટલું જ નહીં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે.

विज्ञापन

  • 17

    Gujarat Rain Forecast : વરસાદની તીવ્રતા હજુ વધશે, સર્જાશે જળબંબાકાર, જુઓ કયા જિલ્લામાં કઈ તારીખે રહેશે ધબધબાટી

    Gujarat Rain Forecast : રાજ્યમાં અષાઢમાં આસમાની આફતની સાથે મેઘો મંડાયો છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધબધબાટી ચાલી રહી છે. દ્રારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કચ્છના રણમાં પણ આ વર્ષે પાણીએ કર્યા રસ્તા બ્લોક, તો ખેતરો, સોસાયટી અને ગામ થયા જળમગ્ન, જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય ફેલાયું છે. મહત્વની વાત એ છે કે, હજુ પાંચ દિવસ છે ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને વલસાડ, દ્રારકા,પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરવાસીઓ સાચવજો, વરસાદ બતાવશે તેનું જોર, જો જો પાણી ના લઈ જાય તાણી, સ્થિતિ વણસે તે પહેલા તંત્ર એલર્ટ થઈ ગયું છે. NDRFની ટીમો સ્ટેન્ડબાય છે.

    MORE
    GALLERIES

  • 27

    Gujarat Rain Forecast : વરસાદની તીવ્રતા હજુ વધશે, સર્જાશે જળબંબાકાર, જુઓ કયા જિલ્લામાં કઈ તારીખે રહેશે ધબધબાટી

    ચોમાસું પોતાના અસલી રંગમાં આવ્યું છે. અને હજુ પણ 9 જુલાઈ સુધી વરસાદની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જશે. કેટલાક જિલ્લામાં તો વરસાદનું રેડએલર્ટ પણ અપાયું છે. રાજ્યમાં વરસાદની તીવ્રતા સતત વધી રહી છે. દરરોજ 100થી વધુ તાલુકામાં મેઘરાજા મંડાણ કરી તરબોળ કરે છે. હવામાન વિભાગના દાવા પ્રમાણે હજુ 9 જુલાઈ સુધી આ જ રીતે મેઘરાજા મહેરબાર રહેશે. એટલું જ નહીં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે.

    MORE
    GALLERIES

  • 37

    Gujarat Rain Forecast : વરસાદની તીવ્રતા હજુ વધશે, સર્જાશે જળબંબાકાર, જુઓ કયા જિલ્લામાં કઈ તારીખે રહેશે ધબધબાટી

    કઈં તારીખે ક્યાં કેવો પડશે વરસાદ? - 6 જુલાઈએ - નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત, ભરૂચ, જૂનાગઢ, ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

    MORE
    GALLERIES

  • 47

    Gujarat Rain Forecast : વરસાદની તીવ્રતા હજુ વધશે, સર્જાશે જળબંબાકાર, જુઓ કયા જિલ્લામાં કઈ તારીખે રહેશે ધબધબાટી

    7 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે નર્મદા, ભરૂચ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 57

    Gujarat Rain Forecast : વરસાદની તીવ્રતા હજુ વધશે, સર્જાશે જળબંબાકાર, જુઓ કયા જિલ્લામાં કઈ તારીખે રહેશે ધબધબાટી

    8 જુલાઈએ સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. તાપી, નવસારી, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 67

    Gujarat Rain Forecast : વરસાદની તીવ્રતા હજુ વધશે, સર્જાશે જળબંબાકાર, જુઓ કયા જિલ્લામાં કઈ તારીખે રહેશે ધબધબાટી

    9 જુલાઈએ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, , પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

    MORE
    GALLERIES

  • 77

    Gujarat Rain Forecast : વરસાદની તીવ્રતા હજુ વધશે, સર્જાશે જળબંબાકાર, જુઓ કયા જિલ્લામાં કઈ તારીખે રહેશે ધબધબાટી

    જૂનમાં વરસાદની ઘટ રહી છે, જેના કારણે હજુ પણ રાજ્યમાં વરસાદની 22 ટકા ઘટ છે. જોકે, હવે જુલાઈમાં વરસાદી માહોલ છવાયો છે. જે જૂનની ખોટ પૂરી કરશે એટલું જ નહીં અનેક ડેમ પણ છલોછલ કરી જગતના તાતને ખુશખુશાલ કરી શકે છે. જોકે અત્યંત ભારે વરસાદની આગાહી વાળા વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર પણ સજ્જ થયું છે.

    MORE
    GALLERIES