આજે ગુજરાત 60-માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે, એટલે કે આજે રાજ્યનો સ્થાપના દિવસ છે. રાજ્યે 59 પુરા કર્યા. સમયના આ પડાવને ઉમર સાથે જોડીએ તો 'સાઠે બુદ્ધિ નાઠે' એવી ઉક્તિ પ્રચલિત છે. શું ગુજરાત માટે પણ આ લાગુ પડે છે કે પછી રાજ્ય સમય જતા વધુ 'કાઠું' બન્યું છે ? જે હોય તે તમે નક્કી કરો, પણ કેટલાક મહત્વના લોકો અને ચાવીરૂપ નિર્ણયો જેણે ગુજરાતને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહિ, આંતરરાષ્ટ્રીય સ્તરે 'શાખ' અપાવી તેની છણાવટ અહીં કરી છે. જો કે અહીં માત્ર રાજકીય અને કેટલાક વહીવટી નિર્ણયોનો ઉલ્લેખ છે. ગુજરાતનું સંગીત, શિક્ષણ, કળા, ચિત્ર, સમાજસેવા, સ્થાપત્ય, વ્યાપાર-વાણિજ્ય અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્ર પ્રદાન અપ્રતિમ રહયું છે :
1960 પહેલા ગુજરાત જ્યારે બૃહદ મુંબઈ રાજ્યનો હિસ્સો હતું ત્યારે 1947થી 1960 વચ્ચેના ગાળામાં રાજ્યમાં દારૂની ફેક્ટરીઓ હતી અને રાજકોટ, વડોદરા અને સુરતમાં વાઈનશોપ પણ ચાલતી હતી. ગુજરાતની પહેલી વાઇન શોપ રાજકોટમાં આશરે1954માં શરૂ થઇ હતી. તત્કાલીન સમયે એક આનાના ભાવમાં દારૂ મળતો હતો. પરંતુ રાજ્યના અસ્તિત્વમાં આવ્યા બાદ, ગુજરાતમાં દારૂબંધીનો ઐતિહાસિક નિર્ણય લેવાયો