Gujarat Corona Update: રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 (Gujarat covid-19 Cases)ના એક્ટિવ કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. 24મી ડિસેમ્બરની સાંજે ગુજરાતના કોરોના બૂલેટિન મુજબ રાજ્યમાં 98 નવા કેસ નોંધાયા છે જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં 32 કેસ (ahmedabad coronavirus Cases) નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં વધુ ત્રણ કોરોના દર્દીઓના મોત (corona Deaths in Gujarat) નીપજ્યા હતા. ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની અત્યારની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 694 એક્ટીવ કેસો છે. જેમાં 8 કેસો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 686 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 818198 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 10111 દર્દીઓ મોતને ભેટ્યાં છે.
રાજ્યના સંદર્ભમાં સરકારી કોવિડ ટ્રેકર આંકડાઓનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે કોરોનાના એક્ટિવ કેસ વધવાની સંખ્યામાં ખૂબ જ રફતાર પકડાઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા છેલ્લા 30 દિવસમાં લગભગ લગભગ 2.30 ગણી વધી છે. રાજ્યમાં 24મી ડિસેમ્બરના એક્ટિવ કેસની સંખ્યાને 24મી નવેમ્બર અને 24મી સપ્ટેમ્બરના સાથે સરખાવીએ તો જાણવા મળે છે કે સંખ્યા ઝડપથી વધી રહી છે.
એક્ટિવ કેસની સંખ્યાની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 24મી નવેમ્બર 2021ના રોજ આજથી એક મહિના પહેલાં 316 એક્ટિવ કેસ હતા જે વધીને ડિસેમ્બરની 24મી તારીખે 694 થઈ ગયા છે. ઉંચા રિકવરી રેટની વચ્ચે પણ ઓમીક્રોન વેરિયન્ટના લોકલ ટ્રાન્સમિશન વગર પર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. નિયમોમાં છુટછાટ, તહેવારો અને લગ્ન પ્રસંગ કારણ હોઈ શકે છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેર વખતે સૌથી વધુ કેસ મે મહિનામાં હતા. મે મહિનામાં 4 મેના રોજ 1,48,297 એક્ટિવ કેસ હતા. ત્યારબાદ કોરોનાના કેસની સંખ્યા ક્રમશ: ઘટવા લાગી હતી. જે સૌથી તળિયે સપ્ટેમ્બર મહિનાની 20-21-22 તારીખ દરમિયાન આવી ગઈ હતી. આ તારખ દરમિયાન રાજ્યમાં ફક્ત 133 એક્ટિવ કેસ હતા અને સ્થિતિ ખૂબ થાળે પડી ગઈ હતી.
ક્રમશ: ઓક્ટોબર અને નવેમ્બર અને ડિસેમ્બરમાં આ કેસ વધવા લાગ્યા હતા. રાજ્યમાં હાલમાં 694 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસમાં સૌથી વધુ 210 એક્ટિવ કેસ અમદાવાદના છે. જ્યારે ત્યારબાદ 106 એક્ટિવ કેસ સુરતના 79 એક્ટિવ કેસ રાજકોટના 30 એક્ટિવ કેસ જામનગરમાં વલસાડમાં 29 અને નવસારીમાં 29 એક્ટિવ કેસ છે. જો ડિસેમ્બરની ગતિએ જાન્યુઆરીમાં પણ નવા કેસ વધતા રહે અને ઓમિક્રોન વેરિયન્ટના સ્થાનિક સંક્રમણને રોકી ન શકાય તો સ્થિતિ ત્રીજી લહેરમાં પરિવર્તન પામી શકે છે.