

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1046 નવા કેસ નોંધાયા છે. જેની સામે 931 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 5 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3756 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 192 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,79,679 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 12,146 છે. આજે રાજ્યમાં કુલ 51,761 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 192, અમદાવાદમાં 182, વડોદરામાં 120, રાજકોટમાં 113, મહેસાણામાં 57, ગાંધીનગરમાં 39, પાટણમાં 36, બનાસકાંઠા, નર્મદામાં 24-24 સહિત કુલ 1046 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં કોરોનાના કારણે 5 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 2 જ્યારે સુરત, વડોદરા અને બનાસકાંઠામાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 208, અમદાવાદમાં 207, વડોદરામાં 20, રાજકોટમાં 101, સાબરકાંઠામાં 50 સહિત કુલ 931 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)