Home » photogallery » gujarat » રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, અમદાવાદમાં ફરી ચિંતાનો માહોલ

રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, અમદાવાદમાં ફરી ચિંતાનો માહોલ

રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 460 કેસ નોંધાયા

विज्ञापन

  • 14

    રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, અમદાવાદમાં ફરી ચિંતાનો માહોલ

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 460 કેસ નોંધાયા છે. જેની સામે 315 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4408 થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.57 ટકા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8,20,700 વ્યક્તિઓનું રસીકરણ (corona vaccination)થયું છે. 1,65,538 લોકોને વેક્સીનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં એકમાં એકા એક વધારો થયો છે. ફરી નવી પાંચ સોસાયટી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમા મુકાઇ છે. છેલ્લા પાંચ દિવસમાં 21 સોસાયટી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમા મુકાઇ છે. ફરી એકવાર કોરોના કેસ વધવાની ભિતી છે.(પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 24

    રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, અમદાવાદમાં ફરી ચિંતાનો માહોલ

    આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109, રાજકોટમાં 67, ભાવનગરમાં 13, ગાંધીનગરમાં 10, કચ્છમાં 9, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં 6-6 સહિત કુલ 460 કેસ નોંધાયા છે. આજે ડાંગ, અને પાટણ એમ કુલ 2 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 34

    રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, અમદાવાદમાં ફરી ચિંતાનો માહોલ

    રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 73, સુરતમાં 60, વડોદરામાં 61, રાજકોટમાં 44, ભાવનગરમાં 10, સાબરકાંઠામાં 9, ગાંધીનગરમાં 8 સહિત કુલ 315 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 44

    રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, અમદાવાદમાં ફરી ચિંતાનો માહોલ

    રાજ્યમાં અત્યારે કુલ 2136 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 38 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 2098 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 262487 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES