

અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1408 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1510 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3384 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 128449 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,354 છે. આજે રાજ્યમાં કુલ 61,904 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 84.69 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 278, અમદાવાદમાં 183, રાજકોટમાં 147, વડોદરામાં 133, જામનગરમાં 98, મહેસાણામાં 49, ગાંધીનગર, બનાસકાંઠામાં 50, જૂનાગઢમાં 36, બનાસકાંઠામાં 44, ભાવગરમાં 38, કચ્છ,પાટણમાં 33-33, અમરેલી, પંચમહાલમાં 28-28, ભરૂચમાં 23, મોરબીમાં 22, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં 20-20 સહિત કુલ 1408 કેસ નોંધાયા છે.(પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં કોરોનાના કારણે 14 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદ, રાજકોટમાં 3-3, વડોદરામાં 2 અને ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ સુરતમાં 276, અમદાવાદમાં 123, રાજકોટમાં 311, જામનગરમાં 118, વડોદરામાં 105 સહિત કુલ 1510 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)