

અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1212 નવા કેસ નોંધાયા છે. જેની સામે 980 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2883 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 238 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 85,678 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,538 છે. આજે રાજ્યમાં કુલ 75,258 ટેસ્ટ કરવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 238, અમદાવાદમાં 179, વડોદરામાં 122, રાજકોટમાં 99, જામનગરમાં 80, અમરેલીમાં 67, ભાવનગરમાં 58, પંચમહાલમાં 36, ભરૂચમાં 32, ગાંધીનગરમાં 27, મહેસાણામાં 26, કચ્છમાં 24, ગીર સોમનાથમાં 18, જૂનાગઢ, આણંદ, બનાસકાંઠામાં 16-16, દાહોદમાં 14, પાટણમાં 13, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 10-10, ખેડા, સુરેન્દ્રનગર, નર્મદા, તાપીમાં 9-9, જામનગર, મહિસાગરમાં 8-8, બોટાદ, નવસારી, સાબરકાંઠામાં 7-7, વલસાડમાં 6, અરવલ્લી, છોટા ઉદેપુરમાં 3-3 અને ડાંગમાં 2 સહિત કુલ 1212 નવા કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં કોરોનાના કારણે 14 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 6, અમદાવાદમાં 3, જૂનાગઢમાં 2, કચ્છ, પાટણ અને વડોદરામાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 308, અમદાવાદમાં 167, રાજકોટમાં 85, વડોદરામાં 47 સહિત કુલ 980 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)