Home » photogallery » gujarat » રાજ્યમાં કોરોનાના નવા 1204 કેસ નોંધાયા, એક દિવસમાં સૌથી વધારે 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોનાના નવા 1204 કેસ નોંધાયા, એક દિવસમાં સૌથી વધારે 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીના મોત થયા, 1324 દર્દીઓ સાજા થયા

विज्ञापन

  • 14

    રાજ્યમાં કોરોનાના નવા 1204 કેસ નોંધાયા, એક દિવસમાં સૌથી વધારે 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1204 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1324 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2869 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 251 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 84,466 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,320 છે. આજે રાજ્યમાં કુલ 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 24

    રાજ્યમાં કોરોનાના નવા 1204 કેસ નોંધાયા, એક દિવસમાં સૌથી વધારે 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા

    આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 251, અમદાવાદમાં 179, વડોદરામાં 120, રાજકોટમાં 97, જામનગરમાં 77, પંચમહાલમાં 44, કચ્છમાં 38, ગાંધીનગરમાં 34, જૂનાગઢમાં 32, ભરૂચમાં 31, અમરેલીમાં 29, દાહોદમાં 28, મહેસાણા, ભાવનગરમાં 27-27, બનાસકાંઠામાં 23, મોરબીમાં 20, ગીર સોમનાથમાં 17, પાટણમાં 15, આણંદમાં 14, નર્મદામાં 11, ખેડામાં 10, નવસારી, સાબરકાંઠા, તાપીમાં 9-9, બોટાદ, ડાંગ, મહીસાગર, પોરબંદરમાં 8-8, દેવભૂમિ દ્વારકામાં 6, છોટા ઉદેપુરમાં 5, વલસાડમાં 4, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 3-3 સહિત કુલ 1204 નવા કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 34

    રાજ્યમાં કોરોનાના નવા 1204 કેસ નોંધાયા, એક દિવસમાં સૌથી વધારે 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા

    રાજ્યમાં કોરોનાના કારણે 14 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5 અમદાવાદમાં 3, વડોદરામાં 2, આણંદ, ભાવનગર, પંચમહાલ અને રાજકોટમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 340, જામનગરમાં 308, અમદાવાદમાં 167, રાજકોટમાં 132, વડોદરામાં 79 સહિત કુલ 1324 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 44

    રાજ્યમાં કોરોનાના નવા 1204 કેસ નોંધાયા, એક દિવસમાં સૌથી વધારે 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા

    રાજ્યમાં અત્યારે કુલ 14,320 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 89 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,231 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 67,277 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES