

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 283 કેસ નોંધાયા છે. જેની સામે 264 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4405 છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.72 ટકા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8,12,547 વ્યક્તિઓનું રસીકરણ (corona vaccination)થયું છે. 55,409 લોકોને વેક્સીનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 68, સુરતમાં 47, વડોદરામાં 65, રાજકોટમાં 22, કચ્છમાં 11, ગાંધીનગરમાં 9, ભરૂચમાં 6 સહિત કુલ 283 કેસ નોંધાયા છે. આજે બનાસકાંઠા, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમે કુલ 8 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ મોત પંચમહાલમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 56, સુરતમાં 36, વડોદરામાં 50, રાજકોટમાં 38, અમરેલીમાં 16, જામનગરમાં 11, મહેસાણામાં 10 સહિત કુલ 264 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)