

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 490 કેસ નોંધાયા છે. જેની સામે 707 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4371 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.07 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 105, સુરતમાં 98, વડોદરામાં 94, રાજકોટમાં 65, ગાંધીનગર, કચ્છમાં 14-14, ભાવનગરમાં 12, જૂનાગઢમાં 11, મહેસાણામાં 10, દાહોદ, ગીર સોમનાથમાં 7-7, સાબરકાંઠામાં 6 સહિત કુલ 490 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થયા છે. બંને મોત અમદાવાદમાં થયા છે. બીજી તરફ અમદાવાદમાં 178, સુરતમાં 130, વડોદરામાં 132, રાજકોટમાં 78, કચ્છમાં 23, જામનગરમાં 17, જૂનાગઢમાં 16 સહિત કુલ 707 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)