Home » photogallery » gujarat » રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ, છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ, છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત

આજે કુલ 2,55,046 વ્યક્તિઓનું રસીકરણ થયું

विज्ञापन

  • 14

    રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ, છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 262 કેસ નોંધાયા છે. જેની સામે 776 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10023 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.90 ટકા છે. અત્યાર સુધીમાં 2,15,47,305 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,55,046 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 24

    રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ, છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત

    રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 43, સુરતમાં 37, વડોદરામાં 25, રાજકોટમાં 22, જૂનાગઢમાં 21, ગીર સોમનાથમાં 16, અમરેલી, ભરૂચમાં 8-8, આણંદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, કચ્છ, વલસાડમાં 7-7, જામનગર, નવસારીમાં 6-6, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠામાં 5-5, ગાંધીનગર, અરવલ્લીમાં 4-4, ખેડા, મહેસાણામાં 3-3, તાપીમાં 2, ભાવનગર, દાહોદ, ડાંગ અને મહીસાગરમાં 1-1 સહિત કુલ 262 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 34

    રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ, છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત

    રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 2, સુરતમાં 1, વડોદરા અને જામનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 96, સુરતમાં 126, વડોદરામાં 111, રાજકોટમાં 59, ગાંધીનગરમાં 53, જૂનાગઢમાં 43, મહેસાણામાં 36, અમરેલીમાં 34, આણંદમાં 21, મહીસાગરમાં 19 સહિત કુલ 776 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 44

    રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ, છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત

    રાજ્યમાં અત્યારે કુલ 7230 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 198 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 7032 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 804668 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES