

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 734 કેસ નોંધાયા છે. જેની સામે 907 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4309 થયો છે. આજે રાજ્યમાં કુલ 53,520 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.32 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 152, અમદાવાદ જિલ્લામાં 6, સુરતમાં 108, સુરત જિલ્લામાં 14, વડોદરા શહેરમાં 96, વડોદરા જિલ્લામાં 28, રાજકોટ શહેરમાં 60, રાજકોટ જિલ્લામાં 27, ગાંધીનગર શહેરમાં 9, ગાંધીનગર જિલ્લામાં 12, કચ્છ, જૂનાગઢમાં 22-22, ભરૂચમાં 20, મહેસાણામાં 16, ખેડા, પંચમહાલ, સાબરકાંઠામાં 15-15, જામનગરમાં 12, બનાસકાંઠામાં 9 સહિત 734 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 2 જ્યારે રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 152, અમદાવાદ જિલ્લામાં 5, સુરત શહેરમાં 115, સુરત જિલ્લામાં 38 વડોદરા શહેરમાં 155, વડોદરા જિલ્લામાં 32, રાજકોટ શહેરમાં 57, રાજકોટ જિલ્લામાં 20, ગાંધીનગર શહેરમાં 15, ગાંધીનગર જિલ્લામાં 18, કચ્છમાં 31,પંચમહાલમાં 26, સુરેન્દ્રનગરમાં 25, દાહોદ, મહેસાણામાં 24-24 સહિત 907 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)