અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (gujarat CoronaUpdates) 1160 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કેસમાં ઘટાડો આવ્યો છે. ત્યારે આજે શહેરમાં 230 અને જિલ્લામાં 09 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 10 દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જોવા મળી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ 2,31,073 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 55000ને પાર થઈ ગયો છે. પ્રતિકાત્મક તસવીર