ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીની (PM Modi dream project Gift City) મુલાકાત લઈ તેની ગતિવિધિઓ તથા વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની માહિતી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રેઝન્ટેશન દ્વારા મેળવી હતી. મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ગિફ્ટ સિટીની આ તેમની પ્રથમ મુલાકાત હતી.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 10થી 12 જાન્યુઆરી, 2022 વચ્ચે યોજાવવાની છે. આ સમિટની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25 નવેમ્બરે દિલ્હીમાં ઉદ્યોગકારો સાથે મુડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી. ગાંધીનગરમાં સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યાથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તા અને ઉદ્યોગકારો વચ્ચે MOU થયા હતાં. ગઇકાલે માત્ર 14 મિનિટમાં 14 હજાર કરોડના MOU થયાં હતાં. જેમાં 28 હજાર 500 લોકોને રોજગારી આપવાની ખાતરી દર્શાવવામાં આવી હતી.
સોમવારે મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવાએ ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા 16 હજાર કરોડના મૂડીરોકાણની પણ વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને એવો પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું. અવાડા એનર્જી પ્રા.લિ.ના ચેરમેન વિનીત મિત્તલ સાથે થયેલી બેઠકમાં તેમણે આવનારાં પાંચ વર્ષમાં બિનપરંપરા ગત ઊર્જા સેક્ટરમાં 20 હજાર કરોડના તેમના રોકાણ આયોજનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.