અમદાવાદઃ હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં થઈ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ઘણી જગ્યાઓ પર પાકને વરસાદ અને કરાના કારણે નુકસાન થયાની ફરિયાદો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. વરસાદના કારણે બનેલી ડબલ ઋતુથી રોગચાળાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે વરસાદ માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરીને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની આગાહી કરી છે.