Big Good News! અમદાવાદ : હવે નહીં બચી શકે Corona? GTUના પ્રોફેસરે તૈયાર કરી મેડીસીન
પ્રોફેસર સંજય ચૌહાણનો દાવો છે કે, આ મેડિસિન કોરોનાનું સંક્રમણ રોકવાનું અને પોઝિટિવ દર્દીને સાજા કરવામાં ઉપયોગી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા ફાફડા થોરના ઉગતા લાલ ફૂલમાંથી દવા બનાવી છે.


સંજય ટાંક, અમદાવાદ : દુનિયા ભરમાં હાહાકાર મચાવનાર કોરોનાને નાથવા દવા તૈયાર થઈ છે. જેને હર્બલ મેડીસીન નામ આપવામાં આવ્યુ છે. આ દવા કોરોનાનું સંક્રમણ રોકવાનું અને પોઝિટિવ દર્દીને સાજા કરવાનું કામ કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના પ્રોફેસરે કોરોના સામે આ દવા તૈયાર કરી છે. આ દવાના ક્લિનિકલ ટ્રાયલ માટે ગુજરાત સરકાર અને આયુષય મંત્રાલય પાસે મંજૂરી માંગવામાં આવી છે.


દુનિયા ભરના ડોકટર્સ કોરોનાને નાથવા વેકસીન અને દવા શોધી રહ્યા છે. છતાં તેઓને ધારી સફળતા મળી નથી. તેવામાં ભારત સરકારના આયુષ્ય મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલ કેટલાક ઉપાયો કે, આર્યુવેદીક દવાઓ કોરોના સામે જજુમવા કારગર સાબિત થઈ છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના પ્રોફેસર સંજય ચૌહાણે હર્બલ મેડિસિન તૈયાર કરી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા ફાફડા થોરના ઉગતા લાલ ફૂલમાંથી દવા બનાવી છે.


આમ તો આ દવા પાંડુરોગ માટે ઉપયોગમાં લેવાતી હતી. તેના પર સતત ત્રણ મહિનાથી પ્રોફેસર ઓ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું. આ અંગે GTUના પ્રોફેસર સંજય ચૌહાણનો દાવો છે કે, આ મેડિસિન કોરોનાનું સંક્રમણ રોકવાનું અને પોઝિટિવ દર્દીને સાજા કરવામાં ઉપયોગી છે. આ વાયરસ વ્યક્તિના શરીરમાં જઈ એક પછી એક કોષ ખલાસ કરે છે ત્યારે આ દવા તે કોષને રક્ષણ પૂરું પડવાનું કામ કરે છે. તેવી જ રીતે આ દવા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે શરીરમાં વાયરસને ફેલાતો રોકવાનું કામ કરે છે. એટલે કે આ દવા એન્ટી વાયરલ, મસ્ટ સેલ સ્ટેબિલાઈઝેશન અને એન્ટીઓક્સિડન્ટ એમ ત્રણ પ્રકારે રક્ષણાત્મક કામગીરી કરે છે.


તો GTUના વાઇસ ચાન્સેલર નવીન શેઠ જણાવે છે કે GTU ના પ્રોફેસર દ્વારા તૈયાર કરાયેલી આ દવા કેપસ્યુલ ફોમમાં છે. આ દવા એક પ્રકારે વેકસીનનું કામ કરે છે. અને આ મેડીસીનની દર્દી પર ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી માંગી છે, અને આયુષ્ય મંત્રાલયમાં પણ મેડિસિન અંગે જાણ કરી છે.