રાજકોટમાં આજે અરવિંદ કેજરીવાલ ઉનાના પિડિત દલીતોને મળ્યા હતા ત્યારે પીડિતોએ કહ્યુ હતું કે અમે રાજનેતાઓને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારો ઉપયોગ ન કરે અને તેમના પર રાજનીતી નકરે. અમને ફક્ત ન્યાય અપાવે.
2/ 6
પિડિત ભાવેશ મકવાણાએ કહ્યુ હતું કે, હું બંને હાથ જોડીને વિનંતી કરુ છું કે પહેલા આનંદીબેન આવ્યા, પછી રાહુલ ગાંધી આવ્યા અને હવે કેજરીવાલ આવ્યા છે.
3/ 6
તમે બધા પિડીતોને મળ્યા છો તે સારુ લાગ્યુ પરંતી અમારી સાથે રાજનીતી ન કરતા અને અમારો ઉપયોગ ન કરતા. અમે નાની જાતિના છીએ. અમારી સાથે ન્યાય કરો. જે અત્યાચારકરી રહ્યા છે તેમને પકડો એ જ અમારી અપીલ છે.
4/ 6
કેજરીવાલે આ ઘટના પાછળ પોલીસનો હાથ બતાવી રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.
5/ 6
ગઇકાલે રાહુલ ગાંધી પણ દલિતોને મળવા પહોચ્યા હતા ત્યારે આજે અરવિંદ કેજરીવાલ પહોંચ્યા છે.
6/ 6
પિડિતીનો મળી કેજરીવાલે સરકારની ઝાટકણી કાઢી હતી અને સરકાર દલિત વિરોધી હોવાનું કહ્યું હતું તેમજ દલિતોએ આપઘાત નહી કરવા અને આંદોલન કરી લડત આપવા જણાવ્યું હતું.