Garvi Gujarat Tour Package: ગરવી ગુજરાત યાત્રા દરમિયાન ગુજરાતની સાસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને નિહાળવાની તક છે. આ ટ્રેનમાં મળનારી સુવિધાઓ અને ટિકિટ સહિતની જરુરી વિગતો અહીં આપવામાં આવી છે.
ભારતીય રેલવે દ્વારા ગુજરાતના ઐતિહાસિક સ્મારકો બતાવતી ટ્રેન તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેન ગુજરાતની સંસ્કૃતિ અને આધ્યાત્મિક સ્મારકોના દર્શન કરાવશે. આ ટ્રેનને 'ગરવી ગુજરાત' નામથી શરુ કરવામાં આવશે. ગરવી ગુજરાત નામની આ ઐતિહાસિક યાત્રા કરાવનારી ટ્રેન 28 ફેબ્રુઆરીએ દિલ્હીથી રવાના થવાની છે.
2/ 8
28 ફેબ્રુઆરીએ દિલ્હીથી આવી રહેલી ગરવી ગુજરાત ટ્રેનનો કુલ 8 દિવસનો સફર રહેશે જેમાં ગુજરાતના વિવિધ સ્થળોના દર્શન કરાવવામાં આવશે. આ ટ્રેનની ડિઝાઈન સરદાર પટેલના જીવનને આધારિત 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની થીમ પર તૈયાર કરવામાં આવી છે.
3/ 8
દિલ્હીથી ઉપડનારી આ ટ્રેન સરદાર પટેલના જીવન પર આધારિત થીમથી તૈયાર કરાયેલી ગરવી ગુજરાત ટ્રેન 3500 કિલોમીટરનું અંતર કાપશે.
4/ 8
આ ટ્રેનની મુસાફરી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિના દર્શન કરાવાશે જેમાં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ જાહેર કરેલા ચાંપાનેર અને પાટણની રાણકી વાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
5/ 8
આ સિવાય આ ટ્રેનમાં અમદાવાદના સ્થળોને પણ આવરી લેવામાં આવશે. ગરવી ગુજરાત ટ્રેન અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્ય મંદિર, સોમનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકા-બેટ દ્વારકા મંદિર જેવા પ્રમુખ સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
6/ 8
આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે 2 ટાયર પ્રતિ વ્યક્તિ 52,250 રૂપિયા હશે. જ્યારે એસી 1 (કેબિન) માટે પ્રતિ વ્યક્તિ 67,140 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે એસી (કૂપ) માટે પ્રતિ વ્યક્તિ 77,400 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.
7/ 8
આ ટિકિટ સાથે 8 દિવસની મુસાફરી, રાત્રે હોટલમાં રોકાણનો પણ સમાવેશ થાય છે. મુસાફરી દરમિયાન માત્ર શાકાહારી ભોજન પીરસવામાં આવશે. સ્ટેશનથી વિવિધ સ્થળોના દર્શનના સુધી લઈ જવા માટે બસની સુવિધા પણ મળશે.
8/ 8
આ સિવાય ગરવી ગુજરાત ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને પ્રવાસના સ્થળ પર ગાઈડની સુવિધા પણ આપવામાં આવળશ. ટિકિટની સાથે મુસાફરોના વીમાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.