સંજય ટાંક, અમદાવાદ : અમદાવાદમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો ઓછા થતા તંત્રએ માંડ રાહતનો શ્વાસ લીધો હતો ત્યાં રાજ્યમાં બર્ડ ફ્લૂએ દેખા દેતા તંત્ર ફરી ઉચાટમાં આવી ગયું છે. જોકે રાહતની વાત એ છે કે આ વાયરસમાં હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશનના ચાન્સ ઓછા છે. માત્ર પ્રાણીઓ અને પક્ષીઓના ક્લોઝ કોન્ટેકમાં રહેતા લોકોએ તકેદારી રાખવાની સલાહ તબીબી નિષ્ણાંતો આપી રહ્યા છે.
રાજ્યમાં હવે બર્ડ ફ્લુનો પગપેસારો થઈ ચૂક્યો છે. જૂનાગઢના માણાવદરમાં એક પક્ષીમાં બર્ડ ફ્લૂ હોવાની પુષ્ટિ થતા તંત્ર સચેત બની ગયું છે. પરંતુ પક્ષીઓમાં જોવા મળતો આ બર્ડ ફલૂ શું છે. તે અંગે જાણીતા ફિજીશિયન ડૉ પ્રવીણ ગર્ગ જણાવે છે કે બર્ડ ફ્લૂથી ડરવાની જરૂર નહીં પણ તકેદારી જરૂરી છે. બર્ડ ફલૂ એ એવા પ્રકારનો ફલૂ છે જે બર્ડમાં ફેલાય છે. આ ફલૂ એવીયન એનફલું એન્જાએ વાયરસથી ફેલાય છે. આ સ્ટ્રેન H5N8 વાયરસ છે. આ વાયરસની 1998માં પ્રથમ ફર્સ્ટ પીક આવી હતી. હોંગકોંગ અને ચીનમાં ઇન્ફેકશન એક પક્ષીમાં દેખાયું હતું. ત્યારે ઘણા બધા પક્ષીઓના મોત થયા હતા.
વાયરસ ગંભીર અને ઘાતક છે જે ફક્ત જાનવરો પર અસર કરી રહ્યો છે. અત્યારે કોઈપણ કેસ હ્યુમન બીઈંગમાં જોવ મળ્યો નથી. એટલે હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન થવાના ચાન્સ ઓછા છે. જોકે બર્ડસથી ક્લોઝ કોન્ટેકટમાં હોય તો ઇન્ફેક્શન થઈ શકે. આ વાયરસ બર્ડ્સના બધા અંગો અને ડાયઝેસ્ટ્રી સિસ્ટમ પર અસર કરે છે. વાયરસ પર રિસર્ચ 20 વર્ષ પહેલા થયું હતું. જે લોકો પક્ષીઓના ક્લોઝ કોન્ટેક્ટમાં હોય ત્યારે તેના સ્લાઈવા, સ્ક્રિષ્ન અને સ્ટુલના કોન્ટેકટમાં વાયરસનું સંક્રમન હ્યુમનમાં થઈ શકે છે.
એટલુ જ નહીં who દ્વારા એ પ્રમાણિત થયું છે જે આ હિટ સેન્સેટીવ વાયરસ છે. જેથી એગ બોઇલ કરીને તેમજ માંસાહાર લેતા લોકોએ 70 ડિગ્રી તાપમાને ગરમ કરી ખોરાક ખાવો જોઇએ. મહત્વનું છે કે પક્ષીઓના ક્લોઝ કોન્ટેકટમાં આવતા લોકોએ PPE કીટ, માસ્ક, ગ્લોવ્ઝનો ઉપયોગ કરવાની અને જો કોઈ ફ્લૂના લક્ષણો હોય તેઓએ ડોક્ટરની તાત્કાલિક સલાહ મુજબ ટ્રીટમેન્ટ ચાલુ કરવાનું સૂચન નિષ્ણાંતો કરી રહ્યા છે.