અમદાવાદ : મહીસાગર જિલ્લાના કાનેસર ગામનો માત્ર 3 મહિનાનો માસૂમ બાળક ધૈર્યરાજસિંહ (dhairya raj) ગંભીર જિનેટીક બિમારીથી પીડાઈ રહ્યા છે. જેની સારવાર માટે અમેરિકાથી 16 કરોડનું (Injection of Rupees 16 crore) ઈજેક્શન લાવવાની જરૂર હતી. આ બાળકને નવજીવન મળે તે માટે ન્યૂઝ 18નાં માધ્યમથી સૌ પ્રથમ અપીલ કરવામા આવી હતી. ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ અંતર્ગત 16 કરોડ 3 લાખ એકઠાં થયા છે. જેથી હવે ધૈર્યરાજ માટે ઈન્જેકશન આવી ગયું છે. આજે મુંબઈ ખાતે ધૈર્યરાજને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે. આવતી કાલે મુંબઈ ખાતેની હોસ્પિટલમાં 16 કરોડનું ઈન્જેકશન લગાવવામાં આવશે. ન્યૂઝ18ની મુહિમ રંગ લાવી છે. હવે ધૈર્યરાજની સારવાર થશે અને સ્વસ્થ બનશે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના એક મધ્યમ વર્ગીય પરિવારમાં ત્રણ માસનો બાળક ગંભીર બીમારીનો શિકાર બન્યો છે. તેને લઇને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી દાન સ્વરૂપે માતબર રકમ મળી રહે તે હેતુથી ઘણા દિવસ પહેલા મુહિમ ઉઠાવી અને સતત અહેવાલ પ્રસારિત કર્યા હતા. જેને લઇને ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી ભામાશાઓ દ્વારા દાન સ્વરૂપે બાળકના ખાતામાં ઓનલાઇન 16.3 કરોડની માતબર રકમ આવી છે.
ધૈર્યરાજના માતાએ જણાવ્યું કે અમને સૌનો સારો સાથ સહાકર મળી રહ્યા છે. આજે મારે ભાઈ નથી પરંતુ એવું કહેવાય છે કે જેનું કોઈ નથી એનો ભગવાન હોય છે અને આજે રાજ્યનો એક એક વ્યક્તિ મારા ભાઈની જેમ સાથે ઉભો રહ્યો છે.' 'ધૈર્યરાજના પિતાએ જણાવ્યું કે આ જીન થેરાપી નામનું એક વેક્સીન આવશે જેના માટે પૈસા આપવામાં આવશે. આ ઇન્જેકશન ડૉ.નીલુ દેસાઈ નામના તબીબ આ ઈન્જેક્શન આપશે.