અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 20 કેસ નોંધાયા છે. જેની સામે 22 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10085 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4,72,739 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6,33,28,701 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 3, સુરતમાં 7, નવસારીમાં 4, વલસાડમાં 3, ખેડામાં 2, વડોદરામાં 1 સહિત કુલ 20 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે વલસાડમાં એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 6, સુરતમાં 5, વલસાડમાં 5, વડોદરામાં 4, ગાંધીનગર, જામનગરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)
દેશની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 22,431 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 318 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,38,94,312 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 92,63,68,608 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 43,09,525 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 32 લાખ 258 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 24,602 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,44,198 એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ 97.90 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,49,856 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 57,86,57,484 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 14,31,819 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.