અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 10 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,54,69,490 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,32,039 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ગુજરાતમાં ચાલી રહેલી કોરોના રસીકરણની કામગીરી 29 ઓગસ્ટને રવિવાર અને 30 ઓગસ્ટને સોમવારના રોજ તહેવારને અનુલક્ષીને બે દિવસ કામગીરી બંધ રહેશે. કોરોના વેક્સીનેશનની કામગીરી 31 ઓગસ્ટથી રાબેતા પ્રમાણે ચાલું થશે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 4, સુરતમાં 1, વડોદરામાં 3, જામનગર, મહિસાગરમાં 1-1 સહિત કુલ 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 4, સુરતમાં 2, વડોદરામાં 5, અમરેલી, ભાવનગર, દાહોદમાં 1-1 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)
દેશમાં કોરોનાનો વધતા ગ્રાફે (Covid19 cases in India) ફરી એક વખત ડરાવવાનું શરૂ કરી દીધું છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 હજારથી ઉપર જઈ રહી છે, જે ત્રીજી લહેર આહટથી ઓછી નથી. આરોગ્ય મંત્રાલયના (Health Ministry) જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 46 હજાર 759 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 509 દર્દીઓના મોત થયા છે. નવા કોરોના દર્દીઓ મળ્યા પછી, હવે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 26 લાખ 49 હજાર 947 થઈ ગઈ છે.