અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 13 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,50,37,451 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,13,874 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 4, સુરતમાં 1, વડોદરામાં 3, દાહોદ, કચ્છમાં 2-2, જૂનાગઢમાં 1 સહિત કુલ 13 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે સુરતમાં એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 5, સુરતમાં 1, વડોદરામાં 4, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, પોરબંદરમાં 1- 1 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)
દેશની વાત કરવામાં આવે તો સતત બીજા દિવસે કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા (India Corona Cases) 40 હજારથી વધુ નોંધાઈ છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળમાં (Kerala Corona Pandemic) છે. અહીં છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. તો મહારાષ્ટ્રમાં (Maharashta Covid Cases) પણ કોવિડનું સંક્રમણ માથું ઉચકી રહ્યો છે. અહીં એક દિવસમાં 5100થી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ (Corona Cases in Gujarat) એકંદરે કાબૂમાં છે. અહીં એક દિવસમાં 16 લોકો સંક્રમિત થયા છે.