અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 26 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10086 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,85,840 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6,59,98,048 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)