અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 21 કેસ નોંધાયા છે. જેની સામે 13 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5,05,001 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,18,80,420 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 3, સુરતમાં 7, વડોદરામાં 3, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં 2-2, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, રાજકોટમાં 1-1 સહિત કુલ 21 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 6, સુરતમાં 2, વડોદરામાં 2, કચ્છમાં 2, પોરબંદરમાં 1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)
દેશમાં કોરોના વાયરસ સંક્રમણમાં (Corona Pandemic in India) છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ સતત આઠમા દિવસે 400થી નીચે નોંધાયો છે. કેરળમાં સંક્રમણનું જોર હજુ પણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. અહીં એક દિવસમાં 26 હજાર લોકો સંક્રમિત થયા છે. તમિલનાડુમાં 1600 અને આંધપ્રદેશમાં 1400થી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,973 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 260 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,31,74,954 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 72,37,84,586 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67,58,491 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)