Chhotaudepur Heavy rain : વરસાદ માટે તરસતા છોટાઉદેપુર પર મેઘરાજાએ એવું હેત વરસાવ્યું કે હાલ ત્યાંના લોકો કહી રહ્યા છે હવે ખમૈયા કરો. કારણ કે જ્યાં રસ્તા હતા ત્યાં પાણી છે. સોસાયટીમાંથી નદી વહી રહી છે લોકોના ઘરમાં તળાવ બની ગયા છે. લોકો જાય તો જાય ક્યાં. મધ્ય ગુજરાત (madhya Gujarat) માં આવેલો છોટાઉદેપુર જિલ્લો આજે જળમગ્ન થઈ ગયો છે. રવિવાર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું. બે કલાકમાં 7 ઈંચ વરસાદ વરસતા બોડેલી (Bodeli Heavy rain) એ જાણે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નસવાડી (Nasvadi rain) પાસેની અશ્વિન નદી બે કાંઠે વહેતી થતા છોટાઉદેપુરનું મોધલા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. છોટાઉદેપુરના છ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરાથી છોટાઉદેપુરનો જોડતો હાઈવે પાણીની અંદર ઘુસી ગયો છે.
આ બાજુ છોટાઉદેપુરના બોડેલીમાં બારે મેઘ ખાંગા થયા છે. અલીપુરા ચોકડી પાસે રોડ પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. તો બોડેલીની અલીપુરા ચોકડી ઉપર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. મેન બજારમાં દુકાનોમાં પાણી ફરી વળ્યા છે.
બોડેલી તાલુકામાં સવારથી અવિરત વરસાદ ચાલુ છે, તેવામાં તંત્ર દ્વારા પરિસ્થિતિને લઈને નજર રાખવામાં આવી રહી છે. બોડેલી, ઢોકલીયા, અને અલીખેરવા ગામ પાણી પાણી, મકાનો, દુકાનો અને રસ્તામાં ભરાયાં પાણી ઢોકલીયા ગામના રજા નગર વિસ્તારમાં પાણી ભરાયાં, કેટલાક મકાનો ડૂબી જતા જીવ બચવવા છત પર લોકો ચડ્યા, ૧૦૦ જેટલા ફસાયેલા લોકો ને સ્થાનિક લોકો એ બહાર કાઢ્યા, દીવાન ફળિયામાં હાલ કેટલાક લોકો ફસાયા, કેટલાક લોકો હાલ પણ ફસાયેલ છે.