Home » photogallery » gujarat » અજીબોગરીબ કિસ્સો, મોડાસામાં શ્વાને કર્યું રક્તદાન, જાણો કોનો જીવ બચાવ્યો!

અજીબોગરીબ કિસ્સો, મોડાસામાં શ્વાને કર્યું રક્તદાન, જાણો કોનો જીવ બચાવ્યો!

Blood donation to dogs in Modasa- વેટરનરી તબીબોનું સફળ બ્લડ ટ્રાન્સફયુઝન

  • 14

    અજીબોગરીબ કિસ્સો, મોડાસામાં શ્વાને કર્યું રક્તદાન, જાણો કોનો જીવ બચાવ્યો!

    હાર્દિક પટેલ, અરવલ્લી : જીંદગી બચાવવા માટે રક્તદાન કેટલું મહત્વનું છે તેના અવાર નવાર કિસ્સા આપણે સાંભળીએ છે. અરવલ્લી જિલ્લામાં એક શ્વાને લોહી (dogs Blood donation)આપી બીજા શ્વાનનો જીવ બચાવ્યો હોવાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોડાસા (Modasa)શહેરના ગેબીનાથ મંદીરના એક તંદુરસ્ત શ્વાનનું લોહી લઈ કીડની અને લીવરની બીમારીથી પીડાતા બીજા શ્વાનને ચઢાવી જીવ બચાવાયોનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શામળાજી પશુ દવાખાનાના ર્ડો.જીતેન્દ્ર ભુતડીયા, ખાનગી તબીબ નેહલ રાઠોડ અને 1962 કરૂણા હેલ્પલાઈનના વેટેનરી તબીબ ર્ડો.પ્રિયાંશી પટેલે બીમાર શ્વાનને લોહી ચઢાવી બચાવી લેવામાં આવ્યો છે. હાલ શ્વાનની તબિયત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

    MORE
    GALLERIES

  • 24

    અજીબોગરીબ કિસ્સો, મોડાસામાં શ્વાને કર્યું રક્તદાન, જાણો કોનો જીવ બચાવ્યો!

    મોડાસા શહેરના ગેબીનાથ મંદિર નજીક રહેણાંક વિસ્તારમાં એક શેરી શ્વાન બીમાર હોવાનો અને સારવારની તાતી જરૂરિયાત હોવાથી ર્ડો. જીતેન્દ્ર ભુતડીયા અને ર્ડો. નેહલ રાઠોડે કરૂણા હેલ્પલાઈન-1962ના સહયોગથી છેલ્લા કેટલાક સમયથી કીડની અને લીવરની ગંભીર બીમારી થી પીડાતા શ્વાનને લોહીની ઉણપ હોવાથી વેટેનરી તબીબ ટીમે શ્વાનને બ્લડ ચઢાવવાનો નિર્ણય કરી નજીકમાં આવેલા ગેબીનાથ મહાદેવ મંદિરમાં તંદુરસ્ત શ્વાન હોવાની જાણ થતા મંદીરના મહંતને જાણ કરતા મહંતે મંદીરના શ્વાનના લોહીથી અન્ય શ્વાનની જીંદગી બચતી હોવાથી તરતજ મંજૂરી આપી હતી.

    MORE
    GALLERIES

  • 34

    અજીબોગરીબ કિસ્સો, મોડાસામાં શ્વાને કર્યું રક્તદાન, જાણો કોનો જીવ બચાવ્યો!

    શામળાજી પશુ દવાખાનાના તબીબ જીતેન્દ્ર ભુતડીયા અન્ય એક ખાનગી તબીબ ર્ડો. નેહલ રાઠોડ અને કરૂણા હેલ્પલાઈનના ર્ડો.પ્રિયાંશી પટેલની મદદથી તંદુરસ્ત શ્વાનનું લોહી લઇ બીમાર શ્વાનને આપવામાં આવ્યું હતું. બીમાર શ્વાનને લોહી ચઢાવતા છેલ્લા કેટલાક દીવસથી મૃતપાય હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ શ્વાનને નવજીવન આપ્યું હતું. જીવદયા પ્રેમી અને લોકોએ જીલ્લામાં સૌપ્રથમ વાર એક શ્વાનના લોહીથી અન્ય બીમાર શ્વાનનો પ્રાણ બચાવી લેનાર 1962 કરૂણા હેલ્પલાઈનના વેટેનરી તબીબ પ્રિયાંશી પટેલ, ર્ડો. જીતેન્દ્ર ભૂતડીયા, નેહલ રાઠોડ અને તેમની ટીમની સરાહના કરી હતી.

    MORE
    GALLERIES

  • 44

    અજીબોગરીબ કિસ્સો, મોડાસામાં શ્વાને કર્યું રક્તદાન, જાણો કોનો જીવ બચાવ્યો!

    મોડાસા શહેરમાં શ્વાને રક્તદાન કરીને અન્ય શ્વાનનો જીવ બચાવવામાં મદદ આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. માણસો માટે રક્તદાનના કાર્યક્રમો યોજાતા હોય છે. અને માણસોને અનેક કારણેસર રક્તની જરૂર પડતી હોય છે. પરંતુ શ્વાનને રક્તની જરૂર પડી હોવાની ઘટનાઓ ખુબ જ ઓછા સમયે સામે આવે છે. જિલ્લામાં હજી સુધી પશુઓ માટે બ્લડ બેંકની કોઈ વ્યવસ્થા નથી ત્યારે આ પ્રથમ કિસ્સાએ અનોખી પ્રેરણા પ્રદાન કરી છે.

    MORE
    GALLERIES