કેતન પટેલુ, બારડોલી : ગુજરાતમાં કાગડાના (Crow Death) મોતનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી નગર અને મઢી ગામે 15 કાગડા ગત 6 તારીખે મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ કાગડાના સેમ્પલ ભોપાલ ખાતે રિપોર્ટ મોકલતા 2 કાગડાના રિપોર્ટમાં બર્ડ ફલૂ (Bird Flu in surat) આવતા તંત્ર દોડતું થયું હતુ.
આ અંગે સુરતા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ડેપ્યુટી ડાયરેકટર ડૉ.એચ.એમ. પાટીદારે જણાવ્યું હતું કે મઢીમાં 6 ચારીખે 15 કાગડાના મોત થયા હતા. આ કાગડાના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા. આ પૈકીના બે કાગડામાં એચ1 એન8 સ્ટ્રેઇન જોવા મળ્યો છે. આ સ્ટ્રેઇન પક્ષીઓમાંથી માણસમાં ફેલાવાની શક્યતા ઓછી છે. છતા કલેક્ટરની સૂચના મુજબ ગઈકાલથી ટીમ બનાવી છે. આજે સવારેથી 8 વાગ્યાથી ટીમ સ્થળ પર પહોંચી ગયા છે.
આ વિસ્તારમાં 10 કિલોમીટરની રેંજના પોલ્ટ્રી ફાર્મમાં મૃત્યુનું ઓડિટ કરવામાં આવ્યું છે. ત્યા ડિસઇન્ફેક્શન કરવાની કામગીરી કરવામાં આવી છે. કલેક્ટરનું જાહેરનામું પણ લાગું કરવામાં આવ્યું છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું કે કાગડામાં બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળ્યા છે. સરકાર દ્વારા પશુ ચિકિત્સા વિભાગને સૂચના આપવામાં આવી છે. પક્ષીઓમાં જે બર્ડ ફ્લૂ છે તે માનવજાતને જોખમ નથી છતાં સરકાર પ્રયત્નશીલ છે.