

નવી દિલ્હીઃ એક તરફ ઈન્ડિય પ્રીમિયર લીગની 13મી સિઝન (IPL 2020) યુએઈમાં આયોજીત થનારી છે. ત્યારે આ દેશમાંથી ખૂબ જ સનસનીખેજ સમાચાર સામે આવી રહ્યા છે. યુએઈના બે ખેલાડીઓ એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના આઈસીસી ભ્રષ્ટાચાર નિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપ હેઠળ સસ્પેન્ડ કરી દીધા છે. બોર્ડે આ કાર્યવાહી આમિર હયાત અને અશફાક અહમદ ઉપર કરી છે. આ બંને ખેલાડીઓ ઉપર આરોપનો જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે.


કોણ છે આમિર હયાત અને અશફાક અહમદ? આમિર હયાત (Amir Hayat) પાકિસ્તાનના લાહોરમાં જન્મો છે. પરંતુ ક્રિકેટ યુએઆઈ તરફથી રમ્યા છે. હયાતની યુએઈ માટે 9 વન ડે અને 4 ટી 20 મેચોમાં સામેલ થયો હતો.


અશફાક અહમદ (Ashfaq Ahmed)ની વાત કરીએ તો આ ખેલાડીનો જન્મ પણ પાકિસ્તાનના લાહોરમાં જન્મ થયો છે. આને પણ યુએઈ માટે 16 વનડે અને 12 ટી20 મેચ રમ્યા છે. વન ડેમાં આ બેસ્ટમેને 21.50ની સરેરાશથી 344 રન બનાવ્યા છે. ટી20માં આ બેસ્ટમેને 238 રન બનાવ્યા છે. અશફાકના નામ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 5 ફિલ્ટી ફટકારી છે.


અશફાક અને આમિર હયાત ઉપર શું આરોપ છે? આ બંને ખેલાડીઓના આઈસીસીની એન્ટી કરપ્શનના 5 નિયમોનો ઉલ્લંઘનનો આરોપ છે. તેમના ઉપર પૈસા અથવા ગિફ્ટ લઈને મેચના પરિણામો ઉપર પ્રભાવત કરવાનો ગંભીર આરોપ છે. મતલબ બંને ઉપર ફિક્સિંગની સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તપાસ દરમિયાન બંને ખેલાડી પોતાના પૈસા અને ગિફ્ટની જાણકારી આપી શક્યા નહતા.