કિશોર તુંવર, બનાસકાંઠા : રાજ્યમાં કોરોના કાળ દરમ્યાન અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ છૂટ છાટ બાદ ફરી રોડ અકસ્માત (Road Accident) ની ઘટનાઓ સતત વધી ગઈ છે. વાહન ચાલકની નજીવી ભૂલને પગલે કમોતે મોત થઈ રહ્યા છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના બનાસકાંઠા (Banaskatha) ના વડગામ (Vadgam)તાલુકાથી સામે આવી છે, જેમાં ત્રિપલ અકસ્માત (Tripal Accident) માં ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, છાપી નજીકથી જ્યારે કાર પસાર થઈ રહી હતી ત્યારે બે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો જેમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને ઘાયલોને સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોની લાશને પીએમ માટે મોકલી દઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતની જાણ થતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના કાનાવાડા ગામના લોકો હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતકોમાં (1) પંકજભાઈ કાનજીભાઈ દોસીયાર, (2)હર્ષદભાઈ ભાણાભાઈ દોસીયાર(મરણ), (3)હિતેન્દ્રસિંહ સીસોદીયા(મરણ) રહે.દેવાતર,તા:-સોજીત્રા જિ:-આણંદ છે, તો ઈજાગ્રસ્ત લોકમાં (1)અનીલકુમાર વેલજીભાઈ દોસીયાર અને (2)કમલેશ ખોટાભાઈ દોસીયાર હોવાનુ જાણવા મળ્યું છે. કાર ચાલકો અંબાજી દર્શન કરી પાછા ફરી રહ્યા હતા તે સમયે છાપી નજીક ગેર ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.