સામાન્ય રીતે જ્યારે વાળ ખરવા લાગે કે હેર સ્ટાઈલમાં કંઈક લોચો વાગી જાય તો વ્યક્તિ અકળાઈ જતી હોય છે. પરંતુ બનાસકાંઠાની એક નાનાકડી છોકરીએ પોતાના ઉતરાવીને બીજાના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. નવ વર્ષની બાળકી તૃષાબા રાઠોડેએ કેન્સર પીડતોને મદદ કરવા માટે પોતાના વાળ ઉતરાવી દીધા છે. બલે આ બાળકીની ઉંમર નાની હોય પરંતુ તેના વિચારો ઘણાં ઊંચા છે.
મહત્વની વાત તો એ છે કે તુષાબા બનાસકાંઠાની સૌપ્રથમ એવી દીકરી છે કે જે કેન્સરગ્રસ્ત દર્દીઓની વહારે આવી છે અને સમાજમાં શ્રેષ્ઠ દાખલો બેસાડ્યો છે. તૃષાબાના વાળ ઉતારવામાં આવ્યા છે તેને હૈદરાબાદની સંસ્થા લઈ જશે અને તેની વિગ તૈયાર કરશે. કેન્સરગ્રસ્ત દર્દીઓની વહારે આવીને તૃષાબાએ પરિવારની સાથે આસપાસના લોકોનું દિલ જીતી લીધું છે.