ઓસ્ટ્રેલિયાએ રવિવારે ટી-20 વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ દુબઈમાં રમાયેલા T20 વર્લ્ડ કપ (T20 World Cup-2021)ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને આ ફોર્મેટમાં પ્રથમ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. 14 વર્ષના ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયાને ફોર મારીને જીતાડનાર ખેલાડી ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) આમ તો ખૂબ જાણીતો ઓલરાઉન્ડર છે. જોકે, બહુ ઓછા લોકો જાણતા હશે કે તેનું ભારત સાથે ખાસ કનેક્શન છે. મેક્સવેલની મંગેતર વીન્ની રમન ભારતીય મૂળની છે (Fiance of Glenn Maxwell Vini raman) કોરોનાના કારણે તેનું લગ્ન અટકી પડ્યું છે પરંતુ હવે વર્લ્ડકપ બાદ થાય તેવી શક્યતાઓ છે. ( (તસવીરો vini.raman instagram)
ગ્લેન મેક્સવેલે ગત વર્ષે માર્ચ મહિનામાં જ સગાઈ કરી છે. પોતાની સગાઈમાં મેક્સવેલે ભારતીય શેરવાની પણ પહેરી હતી અને ભારતીય અંદાજમાં સેલિબ્રેશન કર્યુ હતું. જોકે, કોરોના અન્ય લોકોની જેમ મેક્સવેલ માટે પણ વિલન બન્યો અને તેનું લગ્ન અટકી ગયું. હવે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બનતા મેક્સવેલ ગમે ત્યારે લગ્ન કરી લેશે.