ગાંધીનગરઃ માર્ચ મહિનામાં જ્યાં ઉનાળાની શરુઆત થતી હોય છે પરંતુ ચોમાસાની શરુઆત થઈ હોય તેવું વાતાવરણ રહ્યું હતું, રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. વરસાદની સાથે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં કરા પડવાની પણ ઘટનાઓ બની હતી. હવે રાજ્યમાં એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં મોટા પલટાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલે એપ્રિલમાં વરસાદની સાથે કરા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.