ગાંધીનગરઃ અંબાલાલ પટેલે હવામાનમાં મોટા પલટાની આગાહી કરી છે. આ સાથે તેમણે ગરમીનું પ્રમાણ વધવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ગરમીનું જોર વધવાની સાથે સ્વાસ્થ્યની કાળજી રાખવી જરુરી છે. આ દરમિયાન ન્યૂમોનિયા સહિતના રોગોથી બચવા માટે ધ્યાન રાખવાની અને સ્વાસ્થ્યની કાળજી રાખવાની વાત પણ તેમણે કરી છે. માર્ચ મહિના બાદ એપ્રિલ અને મેમાં પણ વાતાવરણમાં પલટાની આગાહી અંબાલાલ પટેલ કરી રહ્યા છે.