વિભુ પટેલ, અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદ ત્યાર બાદ વહેલી સવારે અને રાત્રે બરફીલી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે આ ગામી સમયમાં ઠંડીથી રાહત મળશે. આગામી 4 દિવસ ઠંડીમાંથી આંશિક રાહત મળશે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. આજ કારણે ઠંડીમાં આંશિક વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે તેના લીધે પણ તાપમાન ઊંચું જશે.
ઠંડીમાં આંશિક ઘટાડો થવા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે. આજના દિવસે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. આજે પણ 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને અમદાવાદમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી રહેવાનું અનુમાન છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન થોડું વધુ રહી શકે છે.