અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની (Ahmedabad Crime Branch) કસ્ટડીમાં આવેલા બન્ને શખ્સો (Mobile Theft) મોબાઇલ ચોરી કરવામાં એટલા માસ્ટર છે કે માત્ર ગણતરીના મહિનાઓમાં જ તેમને 28 મોબાઈલ ચોરી કરી. આરોપી જયેશ ઉર્ફે ધમો સોલંકી અને વિજય ચાવડા અગાઉ પણ પોલીસ ચોપડે ગુનેગાર સાબિત થઇ ચુક્યા છે. તેમ છતાં આ શોર્ટકટથી રૂપિયા કમાવા માટે મોબાઈલ ચોરીને અંજામ આપતા રહેતા હતા. હાલમાં પોલીસે અમદાવાદના પશ્ચિમ અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે.
જ્યારે વિજય રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં પકડાયેલો છે. ત્યારે છેલ્લા કેટલા સમયથી મોબાઈલ ચોરી કરતા હતા અને અગાઉ ચોરીના મોબાઇલ કઇ જગ્યાએ વેચ્યા તે બાબતે તપાસ શરૂ કરી છે.આ મામલે ક્રાઈમ બ્રાન્ચ ના acp dp ચુડાસમા નું કેહવું છે કે હાલ તો અમે કુલ 221000 લાખ નો મોબાઈલ કબ્જે કરેલ છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે અને તપાસ માં વધુ ખુલાસો સામે આવી શકે છે.
જોકે આ લોકો ભીડ ભાડ જેવા વિસ્તારમાં તક નો લાભ મેળવી મોબાઈલ ની ચોરી કરતા હતા.હાલ તપાસ માં સામે આવ્યું છે કે સેટેલાઈટ, વેજલપુર,સરખેજ,આનંદનગર,વાસણા,એલિસબ્રિજ સહિત અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરતા હતા. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ લોકો ચોરીના મોબાઈલ અન્ય કેટલા લોકો ને વેંચી દીધેલ છે અને આ સિવાય અન્ય કેટલા ગુનાઓ કર્યા છે.