ઈશ્વરભાઈના ત્યા માટીની 12 થી 15 પ્રકારની વસ્તુઓ બને છે. માટીની વસ્તુઓમાં માટલા, પાણીના બોટલ, હાંડી, રોટલી-રોટલો કરવા માટેની તાવડી, ચાના કપ, ગ્લાસ બનાવે છે. કિંમતની વાત કરીએ તો રૂપિયા 20થી શરૂ થઈને 400 રૂપિયા સુધીની માટીની વસ્તુઓનું વેચાણ થાય છે. ઈશ્વરભાઈ અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ સહિતના શહેરોમાં માટીની એક્ઝિબિશનમાં જાય છે.