Home » photogallery » gujarat » જૂનાગઢ : કેશાદ માટે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો, અકસ્માતમાં 5 ના મોત

જૂનાગઢ : કેશાદ માટે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો, અકસ્માતમાં 5 ના મોત

accidents news- એસટી બસે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બે યુવાનો નીચે કચડાઇ જતા મોત

विज्ञापन

  • 14

    જૂનાગઢ : કેશાદ માટે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો, અકસ્માતમાં 5 ના મોત

    અતુલ વ્યાસ, જૂનાગઢ : કેશોદ (Keshod)માટે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. કેશોદના કોયલાણા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત (accident)થયો છે. અલગ-અલગ બે અકસ્માતમાં કુલ 5 લોકોના મોત (died in accident)નિપજ્યા છે. એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત (ST bus and bike Accident)થતાં પાણખાણ ગામના 2 યુવકોના મોત થયા છે. એસટી બસે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બંને યુવાનો નીચે કચડાઇ જતા મોત થયા છે. અકસ્માત બાદ એસટી બસનો ડ્રાઇવર અને કંડક્ટર રફુચક્કર થઇ ગયા હતા.

    MORE
    GALLERIES

  • 24

    જૂનાગઢ : કેશાદ માટે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો, અકસ્માતમાં 5 ના મોત

    બંને યુવકોને 108 મારફત સિવિલ હોસ્પિટલ લવાયા ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પાણખાણ ગામના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પાણખાણ ગામના માનસિંગભાઇ જૈતાભાઇ સિસોદિયા (ઉ.વ. 36) અને દિનેશભાઇ કરણાભાઇ સિસોદિયા (ઉ.વ. 28)ના મોત નિપજતાં નાના એવા ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.

    MORE
    GALLERIES

  • 34

    જૂનાગઢ : કેશાદ માટે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો, અકસ્માતમાં 5 ના મોત

    એસટી તંત્ર ઘટના સ્થળે પહોંચી વધારે તપાસ હાથ ધરી છે. પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે. કેશોદમાં અન્ય એક અકસ્માતની વાત કરવામાં આવે તો કેશોદના મંગલપુર બાયપાસ ચોકડી પાસે એક ઈનોવા કાર પસાર થઈ રહી હતી. આ સમયે ઇનોવા કારનું આગળનું ટાયર નીકળી જતાં ગતિમાં ચાલતી કાર ગોથા ખાઈ ગઈ હતી. નવસારીના પરિવારની કારને અકસ્માત નડતાં પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત (father son died in accident) નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે કારનું આગળનું ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો.

    MORE
    GALLERIES

  • 44

    જૂનાગઢ : કેશાદ માટે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો, અકસ્માતમાં 5 ના મોત

    પટેલ પરિવાર નવસારીથી (Navsari) વાયા તાર્થધામના દર્શન કરીને સોમનાથ (somnath) દર્શન કરવા જતો હતો. ત્યારે રસ્તામાં જ અકસ્માત સર્જાયો હતો. પિતા પુત્રના મોતથી નવસારીના પટેલ પરિવારમાં માતમ છવાયો છે. ઈનોવામાં ડ્રાઈવર સહિત સાત લોકો હતા. જે પૈકી પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલથી ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઈજાગ્રસ્તોમાં કૃપાલી દિનેશ પટેલ, પ્રિટેશ રાજેન્દ્ર દોરી, રમીલા હરેશ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે મૃતકોમાં હરેશ પ્રમુદાસ પટેલ, સંદીપભાઈ પટેલ, હરીશભાઈ પ્રભુભાઈ પટેલનો સમાવેશ થાય છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અકસ્માતગ્રસ્ત પરિવાર નવસારી જિલ્લાનો રહેવાસી છે અને તેઓ નવસારીથી વાયા તાર્થધામના દર્શન કરીને સોમનાથ દર્શન કરવા જતાં હતા.

    MORE
    GALLERIES