હોમ » તસવીરો » ગુજરાત
ગુજરાત Feb 21, 2017, 04:28 PM

ગુજરાત બજેટ 2017-18: શિક્ષણ માટે શું કરાઇ જોગવાઇ? જાણો

ગુજરાત રાજ્યના નાણામંત્રી નિતિન પટેલે આજે વિધાનસભામાં વર્ષ 2017-18 માટેનું અંદાજપત્ર રજુ કર્યું હતું. આ વર્ષના અંતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને પગલે બજેટમાં ઘણી રાહતો આપવામાં આવી છે. શિક્ષણમાં પણ અનેક રાહતો આપવામાં આવી છે. ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓને ટોકન કિંમતથી ટેબલેટ આપવામાં આવશે તો મેડિકલમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓની સંપૂર્ણ ફી સરકાર ભરશે. આ ઉપરાંત નવી સરકારી સ્કૂલ, કોલેજ શરૂ કરવાની યોજના છે.